ભરૂચ:ઝાડેશ્વર ચોકડી નજીકના લારી ગલ્લા ધારકો માટે વૈકલ્પિક વ્યવસ્થાની આમ આદમી પાર્ટી દ્વારા માંગ

ભરૂચ જિલ્લા AAP દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં NHAI દ્વારા લારી ગલ્લા હટાવવાના મુદ્દે રજુઆત કરી

Update: 2023-06-12 12:01 GMT

ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં NHAI દ્વારા લારી ગલ્લા હટાવવાના મુદ્દે રજુઆત કરી તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી

ભરૂચ આમ આદમી દ્વારા ઝાડેશ્વર ચોકડી પર આવેલ લારી ગલ્લા વાળાઓને સાથે રાખી જિલ્લા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદનપત્ર જણાવાયું છે કે ઝાડેશ્વર ચોકડી પર આજુબાજુમાં આવતા તમામ લારી ગલ્લા એનએચઆઇ દ્વારા દૂર કરી દેવામાં આવ્યા છે ત્યારે આજે આ તમામ લારી ગલ્લા ધારકો છેલ્લા ત્રણ દિવસથી બેરોજગાર બનીને રોડ ઉપર બેસી રહ્યા છે.આ કાર્ય જે પણ થઈ રહ્યું છે એ સારું જ છે પરંતુ આ તો કેવો ન્યાય જ્યારે અમુક લારીગલાવાળાને નોટિસ આપી અને કેટલાક લારીગલાવાળાને નોટીસ આપ્યા વિના તાત્કાલિકના ધોરણે દૂર કરી દીધા છે ત્યારે લારી ગલ્લા ધારકો માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે અને જો માંગ ન સંતોષાય તો આંદોલનનીઓ ચીમકી ઉચ્ચારવામાં આવી છે

Tags:    

Similar News