ભરૂચ-અંકલેશ્વરને જોડતાં જૂના નેશનલ હાઇવે નજીક ખાડીમાં મગર દેખા દેતા લોકોમાં કુતૂહલ...

Update: 2023-07-24 13:12 GMT

ભરૂચ અને અંકલેશ્વરને જોડતાં જૂના નેશનલ હાઇવે પર આવેલ ભૂત મામાની ડેરી નજીક ખાડીના પાણીમાં મગર દેખા દેતાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ભરૂચને જોડતાં જૂના નેશનલ હાઇવે માર્ગ પર આવેલ ભૂત મામાની ડેરી નજીક ખાડીના પાણીમાં મગર દેખાતા લોકો ટોળા ઉમટી પડ્યા હતા. મગર પાણીની બહાર આવીને કિનારે બેઠો નજરે પડતાં લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. તો બીજી તરફ, આસપાસના ખેડૂતોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.

અંકલેશ્વર અને ભરૂચને જોડતા જુના નેશનલ હાઇવેની બન્ને બાજુએ વરસાદી પાણીની ખાડી આવેલી છે. આ ખાડીના કિનારે મગર દેખાતા ત્યાંથી પસાર થતા અનેક લોકોના ટોળા મગરને જોવા ઉમટી પડ્યા હતાં. જેના કારણે માર્ગ પર સામાન્ય ટ્રાફિક જામન દ્રશ્યો સર્જાયા હતા.

Tags:    

Similar News