ભરૂચ:સાચા ફૂલોના ભાવ બમણા થતાં તહેવારો પ્રસંગો અને ઘર સજાવટમાં પ્લાસ્ટિકના ફૂલોનોવપરાશ વધ્યો

ઘર સજાવટમાં પ્લાસ્ટિકના ફૂલોનો વપરાશ વધ્યો છે તહેવારો અને પ્રસંગોમાં ડેકોરેશનમાં સાચા ફૂલોની જગ્યાએ પ્લાસ્ટીકનાં ફૂલોઓએ સ્થાન લીધું

Update: 2023-11-14 08:47 GMT

ભરૂચમાં સાચા ફૂલોના ભાવ બમણા થતાં તહેવારો પ્રસંગો અને ઘર સજાવટમાં પ્લાસ્ટિકના ફૂલોનો વપરાશ વધ્યો છે તહેવારો અને પ્રસંગોમાં ડેકોરેશનમાં સાચા ફૂલોની જગ્યાએ પ્લાસ્ટીકનાં ફૂલોઓએ સ્થાન લીધું. ઘરોમાં થતાં પ્રસંગો અને તહેવારોમાં રંગબેરંગી સજાવટ માટે ઉપયોગમાં લેવાતાં રંગબેરંગી અને સુગંધિત ફૂલોનાં ભાવ બે વર્ષમાં બમણા થતાં લગ્ન સહિત અન્ય પ્રસંગોમાં પરિવારોને ફૂલોનાં ડેકોરેશનમાં સાચા ફુલો મોંઘાં પડતાં 50 ટકા ઓછા ખર્ચ વાળાં પ્લાસ્ટીકનાં ફૂલોને ઓર્ડર આપવાનું વધુ પસંદ કરવા લાગ્યાં છે.તહેવારમાં ઘર સજાવટના તોરણ હોય કે પછી કોઈ પણ પ્રસંગમાં હોય લોકો હવે પ્લાસ્ટિકના ફૂલો લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

ભરૂચ માં પણ ફૂલોનોનો ખેતી ભરપૂર થાય છે અને બજાર માં ફૂલોની આવક પણ વધુ જોવા મળી રહી છે .ભરૂચમાં ગુલાબ, ગલગોટો, મોગરો જેવા વિવિધ ફૂલોમાં ભાવમાં વધારો થતાં લોકો હવે તહેવારમાં અને પ્રસંગમાં વિકલ્પ તરીકે પ્લાસ્ટીકના ફૂલ ડેકોરેશન માટે વધુ પસંદ કરવા લાગતાં હવે જાહેર પ્રસંગોમાં સજાવટ માટે સાચા ફૂલોનાં બદલે પ્લાસ્ટિકના ફૂલોએ સ્થાન લઈ લીધું છે.જેમાં ખાસ કરીને ઘરમાં લગાવામાં આવતા તોરણ,ગાડી શણગાર, મંડપ શણગાર માટે મોટે ભાગે પ્લાસ્ટીક ફૂલોનો વપરાશ કરાઈ રહ્યો છે.લોકો જરૂરિયાત પૂરતાં જ સાચા ફૂલોની ખરીદી કરતાં 40 ટકા જેટલો ફુલોનો વેપાર ઘટ્યો છે. સામે પ્લાસ્ટીક ફૂલોની માંગ સતત વધી રહી છે.

Tags:    

Similar News