ભરૂચ: તવરા ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધીના બેનર લાગ્યા, રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ

ભરૂચ તાલુકાના તવરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2024-04-10 07:43 GMT

ભરૂચના તવરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગામમાં ભાજપના કોઈ કાર્યકર્તાઓને પ્રવેશ નહીં કરવા દેવામાં આવશે તેવા બેનરો લાગતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.

ભરૂચ તાલુકાના તવરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને બાળકો સાથે જ અન્ય સમાજના લોકોએ પણ ક્ષત્રિય સમાજને સમર્થન કર્યું હતું.કાર્યક્રમ બાદ ક્ષત્રિય સમાજના લોકો રેલી સ્વરૂપે અને બેનરો લઈ તવરા ગામના બસ સ્ટોપ પર પહોંચ્યા હતા અને બેનરો લગાવવામાં આવ્યા હતા જેમાં ભાજપના કોઈ પણ આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીંની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Tags:    

Similar News