ભરૂચ:ભાજપની મતદાતા ચેતના અભિયાનને લઈ બેઠક મળી, તાલુકા મથકોએ મતદાતા જાગૃતિ અર્થે કાર્યશાળા યોજાશે

ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ. બેંકના સભાખંડ ખાતે ભરૂચ જિલ્લા ભાજપની મતદાતા ચેતના અભિયાન અંગે બેઠક પ્રદેશ આઈ.ટી. સેલના નિખિલ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

Update: 2023-08-21 11:04 GMT

ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ. બેંકના સભાખંડ ખાતે ભરૂચ જિલ્લા ભાજપની મતદાતા ચેતના અભિયાન અંગે બેઠક પ્રદેશ આઈ.ટી. સેલના નિખિલ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

ભરૂચ જિલ્લા ભાજપ લોકસભા ચૂંટણી 2024ની તૈયારીમાં લાગી ગઈ છે. તેના ભાગરુપે પાર્ટીના કાર્યકર્તાઓના વર્કશોપ તેમજ વિવિધ સેલના કાર્યકરતાઓ સાથે બેઠકનો દોર પણ શરૂ થઈ ગયો છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મતદારોને મતદાર યાદીમાં જોડવા તેમજ કમી કરવા, મતદાર યાદીની ચકાસણી રાજ્યના દરેક જિલ્લામાં યુવા મતદારોને આકર્ષવા તેમજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તે માટે શું કરી શકાય તેમજ મતદારને પડતી તકલીફોનું સુચારુ રૂપે આયોજન કરવા સમગ્ર દેશમાં મતદાતાચેતના અભિયાનનો પ્રારંભ કરાયો છે.આ અનવ્યે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટીવ બેંકમાં સોમવારના રોજ મતદાતા ચેતના અભિયાનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી ફતેસિંહ ગોહિલ, વિનોદ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, નિશાંત મોદી, દિવ્યેશ પટેલ સહિત મંડલના પદાધિકારીઓ હાજર રહ્યા હતાં.બેઠકમાં વધારેમાં વધારે નવા મતદારોનો ઉમેરો થાય, મૃત્યું પામનારા લોકોના ચાલતા નામો કમી થાય તે તમામ બાબતોને લઈને ભાજપના હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Tags:    

Similar News