ભરૂચ : રાજપારડી પોલીસ મથકે યોજાય રક્તદાન શિબિર, 55 યુનિટ રક્ત એકત્ર કરાયું...

રાજપારડી પોલીસ સ્ટાફ અને રેડ ક્રોસ બ્લડ બેન્ક-રાજપીપલાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2023-05-08 14:55 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ મથક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેડ ક્રોસ બ્લડ બેન્ક-રાજપીપલા દ્વારા 55 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ અને થેલેસેમિયા દિવસ નિમિત્તે રાજપારડી પોલીસ સ્ટાફ અને રેડ ક્રોસ બ્લડ બેન્ક-રાજપીપલાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં 55 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં રાજપારડી, ભાલોદ, તરસાલી, સારસા, વણાકપોર તેમજ રાજપારડી પોલીસ સ્ટાફ ટી.આર.બી જવાનો, જી.આર.ડી જવાનો, ભારતીય જનતા પાર્ટીના તાલુકાના હોદ્દેદારો, રાજપારડી પીએસઆઈ વી.આર.પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં આજુબાજુના ગામલોકોએ રક્તદાન શિબિરમાં રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે રાજપીપલા રેડ ક્રોસ બ્લડ બેન્ક બીટીઓ ડો. જે.એમ.જાદવ દ્વારા રક્ત દાતાઓ અને રાજપારડી પોલીસ મથકના પીએસઆઇનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Tags:    

Similar News