ભરૂચ : સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિનું હિન્દુ યુવા વાહિની દ્વારા કરાયું સ્વાગત

Update: 2021-10-16 07:50 GMT

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ગુજરાત રાજ્યના નોડલ અધિકારી/બ્રાન્ડ એમ્બેસેડર ડો. અર્જુનસિંહ રાણા અને હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશ પ્રચારક હર્ષુ પંડ્યાનું દક્ષિણ ગુજરાત પ્રવાસ દરમ્યાન હિન્દુ યુવા વાહિની ભરૂચના કાર્યકરો દ્વારા કેસરી ખેસ, પુષ્પમાળાથી અને "જય શ્રી રામ, અને "હિન્દુ યુવા વાહિની જિંદાબાદ"ના નારા સાથે હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડો. અર્જુનસિંહ રાણાએ યુવાનોને ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં જોડાવા અને શારીરિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા હતા, ત્યારે આવનારા સમયમાં સમગ્ર દેશ ફિટ ઈન્ડિયા મુવમેન્ટમાં જોડાય તે માટે તમામ કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો હતો. સંગઠનના કાર્યકર્તા, આકાશ પાંડે, રજનીશ શર્મા, નિખિલ તિવારી, સંજુ, રાહુલ, રજનીશ, મનમોહન, વિવેક, દિપક અને સમગ્ર ટીમ હાજર રહી સ્વાગત કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Tags:    

Similar News