ભરૂચ:ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો, ઠંડીથી બચવા લોકો તાપણા કરતા નજરે પડ્યા

ભરૂચ જીલ્લામાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીથી બચવા લોકો તાપણા કરતા નજરે પડ્યા હતા.

Update: 2024-01-07 06:36 GMT

ભરૂચ જીલ્લામાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડીથી બચવા લોકો તાપણા કરતા નજરે પડ્યા હતા.

ભરૂચ જિલ્લામાં આશરે એક માસ ઉપરાંતથી શિયાળાની ઋતુ ચાલતી હોવા છતાં શરૂઆતમાં થોડી ઠંડી હતી. ત્યારબાદ વાતાવરણમાં પલટો આવતા ગરમી શરૂ થઈ હતી. પરંતુ હાલમાં છેલ્લા ત્રણ દિવસથી કુદરતે જાણે બરફની ફેક્ટરીના દરવાજા ખોલી નાખ્યા હોય તેવી શીત ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો.ભરૂચ જિલ્લામાં સવારથી લોકો સ્વેટર અને કાન ટોપી પહેરી અને રાત્રિના સમયે તાપણા સળગાવી ઠંડીથી બચવાની કોશિરા કરતા નજરે પડતા હતા.

Tags:    

Similar News