ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે એક કા તીનની લાલચ આપી છેતરપીંડી કરનાર શિરૂ ગેંગના આરોપીની કરી ધરપકડ

એક કા તીન કરવાની લાલચ આપી છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ કચ્છની શીરૂ ગેંગના સાગરીતને ભરુચ LCBએ ધરમપુર નજીકથી ઝડપી પાડ્યો

Update: 2024-03-02 08:15 GMT

વડોદરા રેન્જ આઇજી સંદીપ સિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ભરૂચ જીલ્લાના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે આપેલ સુચનાને આધારે ભરુચ એલસીબી પી.આઈ એમ.પી.વાળાના માર્ગ દર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી પી.એસ.આઈ ડી.એ તુવર સહિત સ્ટાફ હ્યુમન શોર્ષીસ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આમોદ તાલુકાના આછોદ ગામે એક વર્ષ પહેલા કચ્છની શીરૂ ગેંગ દ્વારા ખોટો વિશ્વાસ અપાવી એક ઇસમને આછોદ બોલાવ્યો હતો અને પોલીસની ખોટી ઓળખ આપી, ધાક ધમકી,બળજબરી પૂર્વક લાખો રૂપિયા પડાવી લીધા હતા જે ગુનામાં વોન્ટેડ શીરૂ ગેંગનો સાગરીત મહંમદ નુરેન વલસાડના ધરમપુર તાલુકાના બારસોલ ગામમાં ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ધરમપુર તાલુકાના બારસોલ ગામેથી કચ્છની શીરૂ ગેંગના સાગરીતને સ્વીફ્ટ ડીઝાયર ફોરવ્હીલ કારમાંથી ઝડપી પાડ્યો હતો.પોલીસે મૂળ મહાસુન ગામનો અને હાલ નવસારીના ચીકટ ગામની હલીમાવીલા સોસાયટીમાં રહેતો મહંમદ નુરેન ઈશા શેખની વધુ પૂછપરછ કરતાં તેણે શીરૂ ગેંગના સભ્ય સાથે સંપર્કમાં હતો અને જેતે સમયે સ્વીફ્ટ ગાડી લઇ ઓપરેશન પાર પાડવા આછોદ આવ્યો હોવાની કબૂલાત કરી હતી.

Tags:    

Similar News