ભરૂચ : ઉમલ્લા ખાતે શ્રી રંગ અવધૂત દત્તબાવની પરિવાર દ્વારા કરાયું દત્તબાવની પાઠનું આયોજન

દત્ત ભગવાનની અને તેમના અવતાર એવા શ્રીપાદવલ્લભ અને શ્રી નૃસિંહસરસ્વતી સ્વામીની લીલાનું વર્ણન કરતો સ્તોત્ર માનવમાં આવે છે

Update: 2021-08-14 09:54 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા સ્થિત સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી રંગ અવધૂત દત્ત બાવની પરિવાર દ્વારા દત્ત બાવનીના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં હાજર ભાવિક ભક્તો દત્ત બાવનીમાં લીન થયા હતા.

દત્ત બાવની એટલે બાવન લીટીનું સ્તોત્ર કે, જેમાં દત્ત ભગવાનની અને તેમના અવતાર એવા શ્રીપાદવલ્લભ અને શ્રી નૃસિંહસરસ્વતી સ્વામીની લીલાનું વર્ણન કરતો સ્તોત્ર માનવમાં આવે છે, ત્યારે આ સ્તોત્ર સરખેજના ભક્ત કમળાશંકર ત્રિપાઠીની પત્ની સૌ. ધનલક્ષ્મી પિશાચપીડાને કારણે બીમાર રહેતા હતા. મુ. કમળાશંકરભાઈની વિનંતીને કારણે સૌ. ધનલક્ષ્મીબેનની પિશાચપીડાને દૂર કરવા આ સ્તોત્રની રચના નારેશ્વર નિવાસી સંતરાજ શ્રીરંગ અવધૂત મહારાજે કરી હતી. નારેશ્વરના રંગ અવધૂત મહારાજની અસીમ કૃપાથી ઉમલ્લાના નવીન પટેલ અને તેઓની ટીમ દ્વારા ગુજરાતના વિવિધ ગામોમાં અત્યાર સુધી 467 દત્ત બાવનીના પાઠ કરી ભક્તોને રંગ અવધૂત મહરાજની ભક્તિમાં લીન કર્યા છે, ત્યારે આવો જ એક દત્ત બાવનીનો પ્રોગ્રામ ઉમલ્લા સ્થિત સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં રંગ અવધૂત મહરાજના ભાવિક ભક્તોએ લાભ લીધો હતો, ત્યારે સમગ્ર ઉમલ્લા પંથકનું વાતાવરણ ભક્તીમય બન્યું હતું.

Tags:    

Similar News