ભરૂચ : ઝઘડીયા BTP અને BTS દ્વારા પડતર પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરાય

જિલ્લાના ઝઘડીયા તાલુકા બિટીપી દ્વારા વિવિધ પડતર મુદ્દે રાજ્યપાલને સંબોધીને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Update: 2022-08-25 10:32 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકા બિટીપી દ્વારા વિવિધ પડતર મુદ્દે રાજ્યપાલને સંબોધીને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ઝઘડીયા તાલુકાના બીટીપી અને બીટીએસના તાલુકા તથા જિલ્લાના હોદ્દેદારોએ 5 મુદ્દા સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું. આ આવેદન પત્રમાં જણાવાયુ છે કે, તાજેતરમાં ઝઘડીયા તાલુકા પંચાયતના ઇજનેર પડવાણિયા ગામે ડુપ્લીકેટ બિલ બનાવતા પકડાયેલ હતા. જે બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ. તેમજ સીએસઆર ફંડ અને સરકારી ગ્રાન્ટ, ટ્રાઇબલ ગ્રાન્ટ, ગુજરાત પેટર્ન વગેરે ફંડનો ખૂબ મોટાપાયે દૂર ઉપયોગ કરી ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જે બાબતે તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરવા ડુપ્લીકેટ બીલો બનાવવા મદદ કરનાર, ડુપ્લીકેટ બિલ બનાવવા માટે દબાણ કરનાર તમામ સામે ગુનો દાખલ કરી તેમની પાસેથી ભ્રષ્ટાચાર કરેલી રકમ પરત મેળવીને રકમનો વિકાસ કાર્યક્રમમાં ઉપયોગ થાય તેવો પ્રબંધ કરવાની માંગણી કરવામાં આવી છે.

આ સાથે ઝાલોર તાલુકાના સાપરા ગામના બાળકને પાણી પીવા બાબતે માર મારીને મારી નાખવામાં આવેલ જે ઘટનાને વખોડી ગુનેગાર સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. તેમજ ઝઘડીયા તાલુકામાં રોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન છે, ત્યારે બેરોજગારોને ફેક્ટરીઓમાં લેતા નથી અને આગેવાનો નેતાઓ ફેક્ટરીઓમાં સ્થાનિક બેરોજગારોને ન લેવા પડે તે બાબતે સોદાઓ કરી લે છે, જેઓની તપાસ કરી જવાબદાર સામે પગલા ભરવાની માંગ સાથે ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

Tags:    

Similar News