ભરૂચ: મતદાતા ચેતના અભિયાન હેઠળ જિલ્લા ભાજપની પત્રકાર પરિષદ,ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બે દિવસ ગામે ગામ ફરશે

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આગામી લોકસભા 2024 ની ચૂંટણીને લઈ મતદાતા ચેતના અભિયાન હાથ ધરાયુ છે.

Update: 2023-08-23 09:19 GMT

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આગામી લોકસભા 2024 ની ચૂંટણીને લઈ મતદાતા ચેતના અભિયાન હાથ ધરાયુ છે. જે અંગેની માહિતી આપવા ભોલાવ સર્કિટ હાઉસ ખાતે સાંસદની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું

આગામી લોકસભા 2024ને ધ્યાને લઈ રાષ્ટ્રીયથી લઈ પ્રદેશ, જિલ્લા, તાલુકા, લોકસભા અને દરેક વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ મતદાતા ચેતના અભિયાનનો આરંભ કર્યો છે.ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભામાં આગામી 25 અને 26 ઓગસ્ટએ સાંસદ મનસુખ વસાવા અને અન્ય ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સહિત કાર્યકરો બુથ લેવલે જઈ નવા મતદારને જોડવાનું કામ કરશે.મતદાતા અભિયાન હેઠળ જિલ્લામાં પાંચેય વિધાનસભામાં મતદારોમાં જાગૃતિ લાવવા પ્રચાર પ્રસાર માટે 5 ટેબલો ફરશે. સાથે જ જિલ્લામાં બેનરો થકી 18 વર્ષ થયેલા નવા મતદારોના નામો મતદાર યાદીમાં જોડવા,નામ કમી કરાવવા, અન્ય સુધારા સહિતની કામગીરી બુથ લેવલ સુધી હાથ ધરાશે.પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

Tags:    

Similar News