ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા હલદર ગામે ખેડૂત સંમેલન યોજાયું, વિવિધ મુદ્દે ચર્ચા કરાય...

ભરૂચ તાલુકાના હલદર સ્થિત સેવા સહકારી મંડળીના હૉલમાં ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા વિચારગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો હતો.

Update: 2023-08-08 12:04 GMT

ભરૂચ તાલુકાના હલદર સ્થિત સેવા સહકારી મંડળીના હૉલમાં ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા વિચારગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના પ્રારંભે ભરૂચ જિલ્લા સમાજ પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોએ હવે જંગ લડવાનો સમય આવી ગયો છે. ખેડૂતલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે પ્રચંડ શક્તિ લાવવી પડશે. આપણે અંતિમ લક્ષ સુધી પહોંચવાનું છે. એમ તેઓએ જણાવ્યું હતું. ભારત દેશ 80 ટકા ખેતી પર નિર્ભર કરે છે. ખેતીનું પતન થઈ રહ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. સરકારની નીતિ ખેડૂતોની તરફેણમાં ન હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા. ખેડૂતોમાં એકસૂત્રતાનો અભાવ હોવાનું પણ જણાવ્યું હતું. સિંચાઇ માટે નહિવત પાણીની યોગ્ય ઉપલબ્ધતા તેમજ મોંઘી વીજળી મળતી હોવાના આક્ષેપ કર્યા હતા.

ખેડૂત સમાજના આગેવાન રણજીતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, ખેડૂતો સવેળા નહીં જાગે તો ખૂબ મોટું નુક્સાન થશે. 3 મુદ્દા પર બેઠકમાં ઉપસ્થિત ખેડૂતોને પ્રતિજ્ઞા લેવડાવી હતી. પ્રશ્નો પૂછવાની હિંમત કેળવીએ, યુવા પ્રમુખ મહેશભાઈ પટેલને સાથ સહકાર આપવા આહવાન કર્યું હતું. અન્યાયને સમર્થન કદી ન કરો, સંગઠનને તોડવા માટે પ્રયાસો થયા હોવાના આક્ષેપ કર્યા હતા. આયોજિત કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ મહેશ પટેલ, પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ કરમરિયા, ભરૂચ જિલ્લા સમાજના મહામંત્રી કૌશિક બી. પટેલ સહિત મોટી સંખ્યા અગ્રણીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News