ભરૂચ : માળખાકીય સુવિધાના અભાવે APMCના વેપારીઓની બેઠક મળી, આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનના મંડાણ..!

Update: 2023-06-05 06:04 GMT

ભરૂચ શહેરના મહંમદપુરા સ્થિત APMC ખાતે વેપારીઓને માળખાકીય સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે બેઠક યોજાય હતી, ત્યારે આગામી દિવસોમાં વેપારીઓના હિતમાં ઉગ્ર આંદોલન ઘડવાની રૂપરેખા સાથે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

ભરૂચ શહેરનાના મહંમદપુરા સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે વેપારીઓએ બેઠક યોજી હતી. જેમાં વેપારીઓને માળખાકીય સુવિધા મળતી ન હોય, પીવાના પાણીથી માંડી કાંસ પણ ચોકઅપ હોવાના કારણે તથા અત્યંત ગંદકીના સામ્રાજ્ય વચ્ચે વેપારીઓ પોતાનો વેપાર કરવા મજબૂર બન્યા છે. તાજેતરમાં જ વેપારીઓને નોટિસ અપાય હોય જેથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા વેપારીઓને હેરાનગતિ કરાતી હોવાના અનેક આક્ષેપો સાથે વેપારીઓ હવે આંદોલનના મૂડમાં આવી રહ્યા છે, ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વેપારીઓએ કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદ રાણાની ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી. વેપારીઓને પડતી હાલાકી તેમજ માળખાકીય સુવિધા ન મળતી હોવાથી આગામી દિવસોમાં આંદોલનની રૂપરેખા અંગે પણ ચર્ચા-વિચારણા કરાય હતી.

Tags:    

Similar News