ભરૂચ : જનતા નીડરતાથી મતદાન કરી શકે તે માટે નબીપુર-ઝનોર ગામે CPMF દ્વારા ફ્લેગ માર્ચ યોજાય...

ચૂંટણી વેળા જનતામાં ભયનું વાતાવરણ ન રહે અને જનતા નીડરતાથી મતદાન કરી શકે તે માટે સંવેદનશીલ ગામોનું નિરીક્ષણ કરાયું

Update: 2024-04-29 08:23 GMT

ગુજરાતમાં તા. 7 મેં 2024ના રોજ યોજાશે મતદાન

જનતા નીડરતાથી મતદાન કરી શકે તેવું આયોજન

નબીપુર - ઝનોર ગામ ખાતે ફ્લેગ માર્ચનું આયોજન

સંવેદનશીલ ગામોમાં CPMF દ્વારા ફ્લેગ માર્ચ યોજાય

નબીપુર પોલીસ મથકના PSI સહિતનો સ્ટાફ ઉપસ્થિત

આગામી લોકસભા 2024ની ચૂંટણીને અનુલક્ષીને ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથક દ્વારા સંવેદનશીલ ગામોમાં CPMF દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતભરમાં લોકસભા 2024ની ચૂંટણી વિવિધ તબક્કાવાર યોજાય રહી છે. જે અંતર્ગત ગુજરાતમાં તા. 7મી મેં 2024ના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે.. 

ત્યારે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથક દ્વારા સેન્ટ્રલ પેરા મિલીટરી ફોર્સને સાથે રાખી તેમની હદમાં આવતા સંવેદનશીલ ગામો નબીપુર અને ઝનોર ગામ ખાતે ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. જેમાં CPMF ટીમની સાથે નબીપુર પોલીસ મથકના PSI સહિત સમગ્ર સ્ટાફના પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા. ચૂંટણી વેળા જનતામાં ભયનું વાતાવરણ ન રહે અને જનતા નીડરતાથી મતદાન કરી શકે તે માટે સંવેદનશીલ ગામોનું નિરીક્ષણ કર્યું હતું.

Tags:    

Similar News