ભરૂચ: જંબુસરની નેશનલ પાર્ક સોસાયટીના રહીશો ઉભરાતી ગટર અને દુર્ગંધ મારતા પાણીથી પરેશાન

ભરૂચની જંબુસર નેશનલ પાર્ક સોસાયટીના રહીશો ઉભરાતી ગટર અને દુર્ગંધ મારતા પાણીથી પરેશાન થઈ ઉઠ્યા છે.

Update: 2023-07-13 11:53 GMT

ભરૂચની જંબુસર નેશનલ પાર્ક સોસાયટીના રહીશો છેલ્લા બે ત્રણ દીવાસથી ઉભરાતી ગટર અને દુર્ગંધ મારતા પાણીથી પરેશાન થઈ ઉઠ્યા છે. ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. 

ગંદકીના કારણે મરછરોનો ઉપદ્રવ પણ વધ્યો હતો. આ બાબતની જાણ તંત્રને કરવામાં આવતા નગર સેવા સદન દ્વારા તાત્કાલિક ધોરણે ગટરની સાફ સફાય શરૂ કરવામાં આવી હતી.

Tags:    

Similar News