ભરૂચ : નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે 2 નવીન રોડનું લોકાર્પણ…

નંદેલાવ પંચાયતની હદમાં આવેલા હરનાથ મહાદેવ મંદિરથી લિંક રોડને જોડતો માર્ગ અને નિલમનગરથી બુસા સોસાયટીને જોડતા માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Update: 2024-03-04 10:56 GMT

ભરૂચના નંદેલાવ પંચાયતની હદમાં આવેલા હરનાથ મહાદેવ મંદિરથી લિંક રોડને જોડતો માર્ગ અને નિલમનગરથી બુસા સોસાયટીને જોડતા માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં રૂપિયા 37.13 લાખના ખર્ચે હરનાથ મહાદેવ મંદિરથી લિંક રોડને જોડતો સીસી રોડ તેમજ રૂપિયા 37.23 લાખના ખર્ચે નિલમનગરથી બુસા સોસાયટીને જોડતો સીસી રોડ મળી કુલ રૂ. 74.36 લાખના ખર્ચે નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. જેથી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતમાં હરનાથ મહાદેવ મંદિર ખાતે રીબીન કાપી બન્ને માર્ગોની લોકાર્પણ વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મી ચૌહાણ, ઉપ સરપંચ પ્રકાશ મેકવાન, તાલુકા પંચાયત સભ્ય જયશ્રી વાછાણી, ભૂમિકા પટેલ, ઉમરાજ તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોષી, અનિલ રાણા, માજી તાલુકા પંચાયત સભ્ય ઇન્દ્રજીત વાછાણી, માજી સરપંચ રતિલાલ ચૌહાણ સહિત ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News