ભરૂચ : મણિપુરની ઘટનાના વિરોધમાં રાજપારડી સજ્જડ બંધ, તો ઉમલ્લા ઝઘડિયામા મિશ્ર પ્રતિસાદ..

મણિપુરમાં મહિલાઓ સાથે અમાનવીય કૃત્યનો મામલો આદિવાસી સમાજમાં જોવા મળ્યો ઉગ્ર રોષ.

Update: 2023-07-23 10:35 GMT

મણિપુરમાં થઈ રહેલ તોફાનોમાં આદિવાસી સમાજના લોકો સાથે થઈ રહેલા અત્યાચારને લઈને ભરુચનો મુખ્ય વેપારી મથક ગણાતો રાજપારડી સજ્જડ બંધ રહ્યો હતો અને ઝઘડિયા નગર તેમજ ઉમલ્લાગામ ખાતે બંધનું મિશ્ર પ્રતિસાદ જોવો મળ્યો હતો.

મણીપુર રાજ્યમાં આદિવાસી મહિલાઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજ દ્વારા અગાઉ ઝઘડીયા રાષ્ટ્રપતિને સંબોધીને મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો, તેમજ આદિવાસી સમાજ દ્વારા ગુજરાતમાં અપાયેલા બંધના એલાનના પગલે આજરોજ ગુજરાતના કેટલાક વિસ્તારો સાથે સાથે આદિવાસી વિસ્તાર ગણાતી પૂર્વ પટ્ટી ઝઘડિયા વિધાનસભામાં બંધના એલાનની કેટલાક ગામોમા અસર જોવા મળી હતી.

ઝઘડિયા તાલુકામાં મુખ્ય વેપારી મથક ગણાતો રાજપારડી સજ્જડ બંધ રહ્યો હતું, તો ઝઘડિયા નગર તેમજ ઉમલ્લાગામ ખાતે બંધનું મિશ્ર પ્રતિસાદ જોવો મળ્યો હતો॰ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. આદિવાસી આગેવાનોએ વેપારીઓને દુકાનો બંધ રાખવા માટે અનુરોધ કર્યો હતો. આદિવાસી સમાજના વિવિધ સંગઠનોએ મણિપુરની ઘટનાને વખોડી તેની નિંદા કરી હતી.

Tags:    

Similar News