ભરૂચ : રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરીના નવા પ્રમુખ સહિતના સભ્યોએ પદભાર સંભાળ્યો...

ભરૂચ શહેરની રંગ ઇન હોટલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરીની ઈન્સ્ટોલેશન સેરેમની યોજાય હતી.

Update: 2022-07-13 11:34 GMT

ભરૂચ શહેરની રંગ ઇન હોટલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરીની ઈન્સ્ટોલેશન સેરેમની યોજાય હતી. જેમાં વર્ષ 2022-23ના નવનિયુક્ત પ્રમુખ સહિતની ટીમ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા.

રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરીની ઈન્સ્ટોલેશન સેરેમની દરમ્યાન વર્ષ 2022-23 માટે ક્લબના નવા વરાયેલા પ્રમુખ ધ્રુવ રાજા તથા સેક્રેટરી મૌનેશ પટેલ સહિત ક્લબના બોર્ડ સભ્યોને રોટરી ડીસ્ટ્રીકટ 3060ના ડીસ્ટ્રીક્ટ ગવર્નર શ્રીકાન્ત ઇંદાનીએ શપથ લેવડાવ્યા હતા. ક્લબના પૂર્વ પ્રમુખ નિર્મલસિંહ યાદવે વર્ષ 2021-22 દરમ્યાન ક્લબ દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટની માહિતી આપી હતી. ક્લબના પ્રોજેક્ટમાં મહત્વનું યોગદાન આપનાર સભ્યોને ડીસ્ટ્રીકટ ગવર્નરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. નવા પ્રમુખ ધ્રુવ રાજાએ નવા વર્ષ માટે ક્લબ દ્વારા જે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે તેની માહિતી આપી હતી. આ તકે ગવર્નર શ્રીકાન્ત ઇંદાનીએ ક્લબની કામગીરીની પ્રસંશા કરી હતી. આ પ્રસંગે પીડીજી પરાગ શેઠ, પીડીજી દેવાંગ ઠાકોર, ડીસ્ટ્રીક્ટ ટ્રેનર અમરદીપસિંઘ બુનેટ સહિત રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરીના સભ્યો હાજર રહ્યા હતા.

Tags:    

Similar News