ભરૂચ:રક્ષાબંધનના પર્વ પર મહિલાઓ સિટી બસમાં વિનામૂલ્યે કરી શકશે મુસાફરી,નગર સેવા સદને કરી જાહેરાત

રક્ષાબંધન નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા મહિલાઓને સિટી બસમાં મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે.

Update: 2023-08-29 09:21 GMT

રક્ષાબંધન નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા મહિલાઓને સિટી બસમાં મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે.

ભરૂચના શહેરીજનોને સીટી બસ સસ્તી અને સુવિધાજનક સેવા પુરી પાડે છે.રક્ષાબંધન પર્વે ભરૂચ નગરપાલિકા દ્રારા ભરૂચ સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરીની ભેટ આપી છે. આવતીકાલે બુધવારે 30 ઓગસ્ટ 2023ના રોજ રક્ષાબંધનની ભેટ આપવા માટે આજે પાલિકા અને સિટી બસના સંચાલકોએ રક્ષાબંધનના તહેવારે બહેનો માટે એક દિવસ માટે બસમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે.શહેરના રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવાની સર્વિસ શરૂ થતાં લોકોને અવર-જ્વરમાં ખુબ અનુકૂળતા પડી રહી છે. રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે સિટી બસમાં મહિલાઓની મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવતા મહિલાઓમાં પણ ખુશી ની લાગણી જોવા મળી હતી.રક્ષાબંધનના તહેવાર દરમ્યાન મોટી સંખ્યામાં બહેનો ભાઈને રાખડી બાંધવા ભાઈના ઘરે જાય છે. બહેનોનો ભાઈના ઘર સુધીનો મુસાફરી ખર્ચ બચાવવા પાલિકાએ આ અભિગમ અપનાવ્યો છે

Tags:    

Similar News