ભરૂચ : તપોવન સંકુલમાં યોજાયું બાળવિજ્ઞાન પ્રદર્શન, અનેક વિદ્યાર્થીઓએ લીધો ભાગ....

GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, જિલ્લા શિક્ષણ અધિકારી અને પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના સંયુક્ત ઉપક્રમે બાળવિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2023-11-07 12:05 GMT

ભરૂચ જિલ્લાના બાળકોમાં ગણિત અને વિજ્ઞાન વિષય પ્રત્યે રુચિ કેળવાય તે હેતુથી GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, જિલ્લા શિક્ષણ અધિકારી અને પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના સંયુક્ત ઉપક્રમે બાળવિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા અને દૃષ્ટિકોણ કેળવાય અને ગણિત-વિજ્ઞાન જેવા વિષયોની કૃતિ અને મોડેલના માધ્યમથી સમજે તે આ વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનો મુખ્ય હેતુ રહ્યો હતો. GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જિલ્લા શિક્ષણ અધિકારી અને પરમલોક વિજ્ઞાન કેન્દ્ર અને શ્રી વિદ્યા ગુરુકુલમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા તપોવન સંકુલ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા 266 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ બાળ વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન જિલ્લા શિક્ષણ અધિકારી કિશન વસાવાના હસ્તે કરવામાં આવ્યો હતું, આ પ્રસંગે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અધિકારી પી બી પટેલ, બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કન્વિયર જાગૃતીબેન પંડ્યા, રેખાબેન સેજલીયા સહિત મોટી સંખ્યામાં આચાર્યગણ, શિક્ષક ગણ સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News