ભરૂચ : વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે પોલીસ હેડ ક્વાટર્સ ખાતે યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ...

આજે તા. 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ છે. આ રોગચાળાને નાબૂદ કરવા સાથે થતાં કાર્યોને ઉજાગર કરવા માટે દર વર્ષે પહેલી ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે.

Update: 2023-12-01 08:34 GMT

આજે તા. 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ભરૂચ ડિસ્ટ્રિક નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી/એઇડ્સ સંસ્થા દ્વારા પોલીસ હેડ ક્વાટર્સ ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે તા. 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિવસ છે. આ રોગચાળાને નાબૂદ કરવા સાથે થતાં કાર્યોને ઉજાગર કરવા માટે દર વર્ષે પહેલી ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. જેનો ઉપદેશ હ્યૂમન ઇમ્પુનો ડેફીસિયન્સી વાયરસ HIVની ઘાતક સ્થિતિની સાથે જીવી રહેલા લોકોનું મનોબળ વધારવાનો છે, ત્યારે ભરૂચના પોલીસ હેડ ક્વાટર્સ ખાતે ભરૂચ ડિસ્ટ્રિક નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી/એઇડ્સ સંસ્થા દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોક રક્ષક દળની તાલીમ લઈ રહેલ 250થી વધુ તાલીમાર્થીઓને એચઆઈવી/એઇડ્સની સંપૂણ જાણકારી સંસ્થાના પ્રમુખ સતિષ મિસ્ત્રી અને નિમીષા પટેલ દ્વારા આપવામાં આવી હતી. આ સાથે જ પેમ્પલેટ વિતરણ સહિત પોસ્ટર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ હેડ ક્વાટર્સ ખાતે PSI અનિલ મૈયુરિયા, ADI કલ્પેશ રાઠોડ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીમાં આવતા અરજદારોને પોસ્ટર પ્રદર્શન સહિત પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News