ભરૂચ: લીટલ મિલેનિયમ પ્રિ સ્કૂલ ખાતે રક્ષાબંધનના પર્વની અનોખી રીતે કરવામાં આવી ઉજવણી

નાનપણથી જ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ વિશેની સકારાત્મક માનસિકતા કેળવવાના હેતુથી લીટલ મિલિનિયમ પ્રી સ્કૂલ ઝાડેશ્વર ભરૂચ ખાતે રક્ષાબંધનનો તહેવાર વૃક્ષોને રાખડી બાંધીને ઉજવવામાં આવ્યો.

Update: 2023-08-30 06:48 GMT

ભરૂચમાં રક્ષાબંધન તહેવારની ઉજવણી લીટલ મિલેનિયમ પ્રિ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી જેમાં વૃક્ષોને રાખડી બાંધવામાં આવી હતી આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં પૃથ્વી પર વૃક્ષોની સંખ્યા ખૂબ જ ઝડપથી ઓછી થઈ રહી છે. આજના સમયની માંગ છે કે લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતતા આવે.નાનપણથી જ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ વિશેની સકારાત્મક માનસિકતા કેળવવાના હેતુથી લીટલ મિલિનિયમ પ્રી સ્કૂલ ઝાડેશ્વર ભરૂચ ખાતે રક્ષાબંધનનો તહેવાર વૃક્ષોને રાખડી બાંધીને ઉજવવામાં આવ્યો.વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા છોડને રાખડી બાંધીને શપથ લેવામાં આવી કે તેઓ વૃક્ષોને કાપશે નહીં અને બીજાને વૃક્ષો કાપતા અટકાવશે

Tags:    

Similar News