ભરૂચ : રથયાત્રાના દર્શનાર્થે પધારતા ભક્તોને ઇસ્કોન મંદિર-GIDC દ્વારા “સાંઠા પ્રસાદ” વિતરણ કરાશે...

ઐતિહાસિક નગરી ભરૂચમાંથી નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને GIDC વિસ્તાર સ્થિત શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ-ઇસ્કોન દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે

Update: 2023-06-18 12:46 GMT

ભગવાન જગન્નાથજીની કૃપારૂપે સહુકોઈને આશીર્વાદ મળે તે હેતુથી ભરૂચના GIDC વિસ્તાર સ્થિત શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ-ઇસ્કોન ખાતે જગન્નાથ ભક્તો દ્વારા 1 હજાર કિલોથી વધુ સાંઠા પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે.

ઐતિહાસિક નગરી ભરૂચમાંથી નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને GIDC વિસ્તાર સ્થિત શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ-ઇસ્કોન દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે ઇસ્કોન મંદિર સ્થિત રસોઈ ઘર ખાતે જગન્નાથ ભક્તો દ્વારા સાંઠા પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે, ભગવાન જગન્નાથજીને ભક્તો પ્રેમરૂપી જે પ્રસાદ ધરાવે છે, તે પ્રસાદ ભગવાન સ્વીકારે છે, ત્યારે અહી 1 હજાર કિલોથી વધુનો સાંઠા પ્રસાદ 25 હજાર ભક્તોને વિતરણ કરવામાં આવશે. આ સાથે જ કસકથી ઝાડેશ્વર સુધી આયોજિત રથયાત્રા દરમ્યાન ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ KGM સ્કૂલના ગ્રાઉંડ ખાતે રથયાત્રા સમાપન પ્રસંગે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ભગવાનને અર્પણ કરાયેલ ખિચડી, કઢી અને લાપસી મહાપ્રસાદી સ્વરૂપે ભક્તોને વિતરણ કરાશે, ત્યારે રથયાત્રા મહોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં જગન્નાથ ભક્તો ઉપસ્થિત રહી ભગવાનના દર્શન, પૂજન-અર્ચન અને પ્રસાદીનો લાભ સ્વીકારે તે માટે આમંત્રણ પાઠવાયું છે.

Tags:    

Similar News