ભરૂચ : જંબુસરના શૈલજા ફોઉન્ડેશન દ્વારા પશુઓને પીવાના પાણીની સગવડ માટે લોકોને નિ:શુલ્ક કુંડાનું વિતરણ કરાયું

જંબુસર નગરના શૈલજા ફોઉન્ડેશન દ્વારા પશુઓને પીવાના પાણીની સગવડ માટે લોકોને નિ:શુલ્ક કુંડાનું વિતરણ કરી ઉત્તમ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.

Update: 2024-04-07 09:56 GMT

ભરૂચ જિલ્લાના જંબુસર નગરના શૈલજા ફોઉન્ડેશન દ્વારા પશુઓને પીવાના પાણીની સગવડ માટે લોકોને નિ:શુલ્ક કુંડાનું વિતરણ કરી ઉત્તમ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં શૈલજા ફોઉન્ડેશન નામની સંસ્થા કાર્યરત છે. જંબુસરના યુવાન હિતાર્થ જાની દ્વારા આ સંસ્થા ચલાવામાં આવે છે. તેઓ દ્વારા રખડતા પશુંઓ માટે વિવિધ સેવા પ્રકલ્પો કરવામાં આવે છે. જેમાં દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુંઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા થાય તે માટે લોકોને નિ:શુલ્ક કુંડાનું વિતરણ કરવામાં આવે છે. જેમાં નાની-મોટી અલગ અલગ સાઈઝના કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જંબુસર નગરના શૈલજા ફોઉન્ડેશન દ્વારા પશુઓને પીવાના પાણી સગવડ માટે લોકોને નિ:શુલ્ક કુંડાનું વિતરણ કરી ઉત્તમ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શૈલજા ફોઉન્ડેશનના સ્થાપક હિતાર્થ જાની, પાર્થ ભાવસાર, ઋષિ રાવલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News