ભરૂચ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શરદ પૂનમની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાય...

યોગ ટ્રેનર બહેનોએ લયબદ્ધ ગરબાના તાલ અને સંગીતની સૂરાવલિઓમાં ગરબે રમી શરદ પૂર્ણિમાની રાત્રિને રઢિયાળી બનાવી દીધી હતી

Update: 2023-10-31 09:59 GMT

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લાના યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ દ્વારા દેવદર્શન સોસાયટીમાં ચાલતી ટ્રેનિંગ દરમ્યાન શરદ પૂનમ નિમિત્તે યોગ ટ્રેનર બહેનોએ ગરબા રમી, રમતો રમી, ભાંગડા ડાન્સ કરી ઉત્સાહ પુર્વક શરદ પૂનમના તહેવારની ઉજવણી કરી હતી.

યોગ ટ્રેનર બહેનોએ લયબદ્ધ ગરબાના તાલ અને સંગીતની સૂરાવલિઓમાં ગરબે રમી શરદ પૂર્ણિમાની રાત્રિને રઢિયાળી બનાવી દીધી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી યોગ ટ્રેનિંગ પુરી કરી ઉત્તીર્ણ થયેલા યોગ ટ્રેનરોને ભરૂચ જિલ્લાના સિનિયર યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ, મહિલા પતંજલિ યોગ સમિતિના ભરૂચ જિલ્લાના પ્રભારી હેમા પટેલ અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના પ્રમુખ ભાવના સાવલીયા દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલ દ્વારા આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, તાલીમ પામેલ દરેક બહેનો પોતના વિસ્તારમાં યોગ શિબિર ચાલુ કરે અને ભરૂચ તથા ગુજરાત રાજ્યને યોગમય બનાવીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન ચેરમેન યોગ સેવક શિશપાલજીનું સ્વપ્ન સાકાર કરે. અંતે સૌએ ભેગા મળી પ્રિતી ભોજન લીધું હતુ. ગરબા, સન્માન તથા સ્નેહમિલન સમારોહ નાં આ ત્રિવેણી સંગમથી સૌ ઉપસ્થિત પરિવારમાં ઉત્સાહ, ઉમંગ, આનંદ અને પરસ્પર પ્રેમ ની લાગણીઓ પ્રસરી ગઈ હતી.

Tags:    

Similar News