ભરૂચ : જંબુસરની ITI ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો, ધારાસભ્ય ડી.કે.સ્વામી રહ્યા ઉપસ્થિત...

ભારત દેશ હાલ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ આગણ વધી રહ્યો છે. દેશના વિકાસમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓનો મહત્વનો ફાળો છે

Update: 2023-10-12 12:34 GMT

ભરૂચ જિલ્લાના જંબુસરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામીની ઉપસ્થિતિમાં કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત દેશ હાલ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ આગણ વધી રહ્યો છે. દેશના વિકાસમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓનો મહત્વનો ફાળો છે, ત્યારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને રોજગાર અને તાલીમ ખાતા, ગાંધીનગર સંચાલિત ભરૂચ જિલ્લાના જંબુસરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામીની ઉપસ્થિતિમાં કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ITIના વિવિધ વિભાગની પરીક્ષામાં ઉર્તીણ થયેલ તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ સાથે તાલીમ પૂર્ણ કર્યા બાદ રોજગારી અને સ્વરોજગારીની તકો જેવી કે, એપ્રેન્ટીસ, પ્લેસમેન્ટ અને સ્વરોજગારી માટે સરકાર દ્વારા આપવામાં આવતી સહાય વિશે તાલીમાર્થીઓને ધારાસભ્ય ડી.કે.સ્વામી દ્વારા પ્રેરણાદાયી ઉદબોધન થકી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા-જંબુસરના આચાર્યા નીતિ પરમાર, જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News