ભરૂચ : મોટીવેશનલ સ્પીકર સુહાગ પંચાલ દ્વારા “બોર્ડ પરીક્ષા એક ઉત્સવ” અંતર્ગત વિદ્યાર્થીઓને વક્તવ્ય અપાયું...

પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ITM વોકેશનલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બોર્ડ પરીક્ષા એક ઉત્સવ અંતર્ગત મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો હતો.

Update: 2024-02-15 11:26 GMT

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ITM વોકેશનલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બોર્ડ પરીક્ષા એક ઉત્સવ અંતર્ગત મોટીવેશનલ કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ITM વોકેશનલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બોર્ડ પરીક્ષા એક ઉત્સવ અંતર્ગત મોટીવેશનલ સ્પીચના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર અને માઈન્ડ ટ્રેનર સુહાગ પંચાલે ભરૂચ શહેરના લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ભરૂચ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ ભાવિન પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ભરૂચમાં જ રહીને તેમના સપના સાકાર કરવા માટે જરૂરી સવલતો અને માર્ગદર્શન મળી રહે તે ઉદ્દેશ્ય સાથે ભરૂચ એકેડેમિક એસોસિએશન સતત કામ કરી રહ્યું છે. આ પ્રસંગે નિરવ પટેલ, વૈભવ બીનીવાલે, અશોક બારોટ, નરેન્દ્રસિંહ સિંધા, સુનિલ ઉપાધ્યાય અને રમેશ પરમાર જેવા ભરૂચના જાણીતા શિક્ષણ વિદોએ કાર્યક્રમમાં હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

Tags:    

Similar News