ભરૂચ : ધર્મનગર સોસાયટીના કોમન પ્લોટનો વહીવટદારે ગેર’ઉપયોગ કરતાં સ્થાનિકોનું તંત્રને આવેદન...

Update: 2023-07-28 15:17 GMT

ધર્મનગર કો.ઓ.સોસાયટીના સ્થાનિકોમાં ફેલાયો ઉગ્ર રોષ

સોસાયટીના કોમન પ્લોટનો વહીવટદાર દ્વારા ગેરઉપયોગ

કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી સ્થાનિકોની રજૂઆત

ભરૂચ તાલુકાના ભોલાવ ગામના સર્વે નંબર 25/2 પૈકીની જમીનમાં આવેલી ધી ધર્મનગર કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી. ભોલાવ, ભરૂચના કાયદેસરના કોમન પ્લોટનો સોસાયટીના વહીવટદાર દ્વારા ગેરઉપયોગ કરાતા સોસાયટીના રહીશોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. સોસાયટીના વહીવટકર્તા ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખોટી રીતે દસ્તાવેજ કરવામાં આવ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

જેમાં મૂળ 2175 ચોરસ મીટરવાળી જમીનમાં બૌડામાં કરવામાં આવેલા વિકાસ પરવાનગીની અરજીમાં 529 ચોરસ મીટરના કોમન પ્લોટનો ઉપયોગ અને સોસાયટીના સભાસદોની અજાણતામાં બિનઅધિકૃત રીતે ધી ધર્મનગર કો. ઓપરેટિવ હાઉસીંગ સોસાયટી લી.ના પ્રમુખ કે, જેઓ સોસાયટીના કોઇ પ્લોટ કે, મકાનધારક નથી. આ સાથે જ સોસાયટીના પ્રમુખ દર્શાવીને વિકાસ પરવાનગી મેળવવા માટે ગેરકાયદેસર સોગંદનામું રજૂ કરી બૌડામાંથી વિકાસ પરવાનગી મેળવવા માટે કાર્યવાહી કરી છે. જેના વિરોધમાં ધર્મનગર સોસાયટીના સ્થાનીક રહીશોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.

Tags:    

Similar News