ભરૂચ : સાંસદ મનસુખ વસાવાના હસ્તે ઉમલ્લાથી જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ

જળ સંચય અભિયાન-૨૦૨૩ અંતર્ગત જળ સંચયના આશય સાથે હયાત તળાવોને ઊંડા કરી પુનઃ જીવંત કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે..

Update: 2023-02-17 13:11 GMT

નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન જળ સંચય અભિયાન-૨૦૨૩ અંતર્ગત જળ સંચયના આશય સાથે હયાત તળાવોને ઊંડા કરી પુનઃ જીવંત કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે..

Full View

ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામ ખાતે જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો સાંસદ મનસુખ વસાવાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ગામ તળાવને ઊંડું કરવા ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિત આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News