ભરૂચ : ઝગડીયાના બે ગામમાં પાણીની ટાંકીનું ભૂમિપૂજન કરાયું

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે આંગણવાડી તથા દુ.વાઘપુરા ગામે પીવાના પાણીની ટાકીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

Update: 2021-08-20 15:19 GMT

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે આંગણવાડી તથા દુ.વાઘપુરા ગામે પીવાના પાણીની ટાકીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તથા ભારત સરકાર પીવાના પાણીના પ્રશ્નોને હલ કરવા માટે જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ અનેક યોજનાઓ અમલમાં મૂકેલ છે અને પીવાના પાણીના પ્રશ્નોને હલ કરવા માટે રાજ્ય સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે. સાથો સાથ શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે બાલમંદિરથી ઉચ્ચ શિક્ષણ સુધી સરકાર ખૂબ જ કાળજી રાખી રહી છે. જેમ કે આંગણવાડીના મકાનો, પ્રાથમિક શાળાઓના તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મકાનો જેવી તમામ માળખાગત સુવિધાઓ શહેરોની જેમ ગામડાઓમાં પણ પુરી પાડી રહી છે, તો આપણી પણ ફરજ છે કે સરકાર આપણને આટલું સારું પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે, તો આપણે પણ આપણા બાળકને નિયમિત આંગણવાડીમાં મોકલીએ અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે ત્યાં સુધી આપણે પણ કાળજી રાખીએ. તેવી અપીલ કરવામાં આવી હતી.

Tags:    

Similar News