ભરૂચ : એક મહિના બાદ પણ દહેજની વેલસ્પન કંપનીનો વિવાદ યથાવત , ભાજપના ધારાસભ્ય મેદાને

400 કર્મચારીઓની બદલી માટે છુટયાં છે આદેશ, કંપની મેનેજમેન્ટ સામે કર્મચારીઓમાં ભભુકી રહેલો રોષ.

Update: 2021-08-10 12:46 GMT

ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી વેલસ્પન કંપનીના 400 જેટલા કર્મચારીઓ તેમની નોકરી બચાવવા જંગે ચઢયાં છે ત્યારે આજરોજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સાથે કર્મચારીઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી.

દહેજમાં આવેલી વેલ્સપન કંપનીએ 400 જેટલા કર્મચારીઓ તેમની નોકરી બચાવવા માટે લડત લડી રહયાં છે. કંપનીના મેનેજમેન્ટે કામદારોને ટ્રાન્સફર લેટર આપતા આંદોલનના મંડાણ થયાં છે. કોરોનાની મહામારી વચ્ચે બદલીના આદેશથી કર્મચારીઓની રોજીરોટી સામે સવાલો ઉભા થયાં છે. કર્મચારીઓની રોજીરોટીનો પ્રશ્ન સર્જાતા ગુજરાત કામદાર યુનિયન અને દહેજ ઔધોગિક કામદાર સંઘ બંનેએ ભેગા મળી અગાઉ કલેકટર અને એસપીને રજુઆત કરી હતી. ત્યારે આજરોજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની આગેવાનીમાં કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં વિવિધ પ્રશ્નોનાં નિરાકરણની માંગ કરવામાં આવી છે અને જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Tags:    

Similar News