'કેળવણીનો કર્મયોગ' : ભરૂચની એમિટી શાળા ખાતે શૈક્ષણિક યાત્રાના પુસ્તકનું વિમોચન કરાયું...

જ્ઞાનદા એજ્યુકેશનલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત એમિટી સ્કૂલની સ્થાપના તા. 11મી જૂન 1986ના રોજ થઈ હતી.

Update: 2023-06-12 12:41 GMT

જ્ઞાનદા એજ્યુકેશનલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત એમિટી સ્કૂલની સ્થાપના તા. 11મી જૂન 1986ના રોજ થઈ હતી. ગુજરાતી માધ્યમનું સબળ શિક્ષણ આપવાની સાથોસાથ ક્યારે ગુજરાતી માધ્યમનું બાળક ઉત્તમ અંગ્રેજીથી વંચિત ન રહી જાય તેની સંચાલકોએ બરાબર કાળજી રાખી, પણ અંગ્રેજી માધ્યમનું પલણું ભારી થતા ક્રમશ ગુજરાત બોર્ડ અને સી.બી.એસ, સી.એસ સંલગ્ન અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ શરૂ કરી. ધોરણ 10 અને 12ના ગુણવત્તાલક્ષી પરિણામોની સાથોસાથ બાળકોના વ્યક્તિત્વ ઘડતર અને સમાજ ઉત્થાનના કામોમાં એમિટી શાળા સદાય સક્રિય રહી જેના પરિણામ સ્વરૂપ શાળાનો બહુ આયામી વિકાસ થયો છે, જે થકી 3 જેટલા કેમ્પસ પણ હાલ 10 હજાર જેટલા બાળકોનું એમિટી અને એમીકસ શાળાઓમાં ઘડતર થઈ રહ્યું છે. બાળ ઘઢતરની આ 37 વર્ષની યાત્રાનું ગુજરાતના જાણીતા ચરિત્ર લેખક બીરેન કોઠારીએ 'કેળવણીનો કર્મયોગ' નામે પુસ્તક લેખન કર્યું છે, અને એમેટી સ્કૂલે તેનું પ્રકાશન કર્યું છે. એમિટી શાળાની પ્રગતિને સતત નિહાળનાર અને નિખારનાર સુપ્રસિદ્ધ કેળવણીકાર અને સિદ્ધહસ્ત લેખક હરેશ ધોળકિયાના વરદ હસ્તે આ પુસ્તકનું એમિટી શાળાના 38મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી, આચાર્ય તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News