Chaitar Vasavaને HCનો ઝટકો: વનકર્મીને માર મારવાના કેસમાં MLAની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

Update: 2023-12-04 14:23 GMT

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકા વિસ્તારનાં ગામોમાં ગેરકાયદે ખેડાણને લઈને વન વિભાગના બિટગાર્ડને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘરે બોલાવીને ધમકાવીને મારા માર્યો હતો, જેથી બિટગાર્ડ દ્વારા દેડિયાપાડા પોલીસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવવામાં આવી હતી. આ અંગે ચૈતર વસાવાએ આગોતરા જામીન અરજી હાઈકોર્ટમાં કરી હતી. જેના પર આજે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે, કયા અધિકારો હેઠળ ધારાસભ્યએ વનકર્મીને બોલાવ્યા હતા.

વનકર્મીને મારવાના કેસમાં ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જોકે હાઈકોર્ટે ચૈતર વસાવાને રાહત આપી નથી. સરકારી વકીલે પણ કોર્ટમાં ચૈતર વસાવાનો વિરોધ કર્યો હતો. 3 નવેમ્બરે ફરિયાદ નોંધાયા બાદથી ચૈતર વસાવા ફરાર થઈ ગયાં છે. તેમના પત્ની શકુંતલા સહિતના 3 આરોપી જેલમાં છે

Tags:    

Similar News