છત્તીશગઢમાં વૃક્ષોનું નિકંદન થતાં અંકલેશ્વરથી દેવમોગરા “હસદેવ બચાવો, આદિવાસી બચાવો” રેલી રવાના...

ભરૂચ-અંકલેશ્વરના આદિવાસી સમાજના યુવાનો દ્વારા છત્તીશગઢના “હસદેવ બચાવો, આદિવાસી બચાવો” પદયાત્રા અંકલેશ્વરથી દેવમોગરા જવા રવાના થઈ હતી.

Update: 2024-02-09 11:51 GMT

ભરૂચ-અંકલેશ્વરના આદિવાસી સમાજના યુવાનો દ્વારા છત્તીશગઢના “હસદેવ બચાવો, આદિવાસી બચાવો” પદયાત્રા અંકલેશ્વરથી દેવમોગરા જવા રવાના થઈ હતી.

છત્તીશગઢમાં આવેલ હસદેવના જંગલોના વૃક્ષો ખનીજ સંપત્તિ લૂંટવા નિકંદન કરવામાં આવી રહ્યું છે. જેના વિરોધમાં સમગ્ર દેશમાં ટ્રાઈબલ વિસ્તારમાં “હસદેવ બચાવો, આદિવાસી બચાવો” હેઠળ વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચ-અંકલેશ્વરના આદિવાસી સમાજના યુવાનોએ “હસદેવ બચાવો, આદિવાસી બચાવો” પદયાત્રાનું આયોજન કર્યું છે. જે પદયાત્રા અંકલેશ્વરના ભરૂચિ નાકા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દેવમોગરા જવા રવાના થઈ હતી. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો જોડાયા હતા. આ સાથે જ પદયાત્રામાં અન્ય તાલુકાઓમાંથી પણ આદિવાસી સમાજના લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી છે

Tags:    

Similar News