ભાવનગર : મોરારીબાપુ પર હુમલાનો વકરી રહેલો વિવાદ, સમાધાનના પ્રયાસો જારી

Update: 2020-06-21 10:20 GMT

જાણીતા કથાકાર મોરારીબાપુ પર દ્વારકાના પુર્વ ધારાસભ્ય પબુભા માણેકે કરેલાં હુમલાના પ્રયાસની ઘટનાના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે. બાપુ પર હુમલાના વકરી રહેલાં વિવાદ વચ્ચે રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપના પ્રવકતા ભરત પંડયા મોરારીબાપુને મળવા પહોંચ્યાં હતાં. 

મોરારીબાપુએ ભગવાન શ્રીકૃષ્ણ વિશે કરેલી ટીપ્પણીના આહિર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડયાં હતાં. આહિર સમાજ તેમજ ભગવાન દ્રારકાધીશની માફી માંગવા માટે દ્વારકા ગયેલાં મોરારી બાપુ પર પુર્વ ધારાસભ્ય પબુભા માણેકે હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ લોકો મોરારીબાપુના સમર્થનમાં આગળ આવ્યાં છે. પબુભા તલગાજરડા આવી મોરારીબાપુની માંફી માંગે તેવી માંગ પ્રબળ બની છે. વકરી રહેલા વિવાદની વચ્ચે રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપના પ્રવકતા ભરત પંડયા મોરારીબાપુને મળવા પહોંચ્યાં હતાં. બંને નેતાઓએ બાપુ પર હુમલાના પ્રયાસની ઘટનાની નિંદા કરી હતી

Tags:    

Similar News