ભાવનગર : માધ્યમિક શાળા શૈક્ષણિક સંઘ દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં રૂ. 39 લાખ કરતાં પણ વધુનું અનુદાન કરાયું

Update: 2020-05-14 13:04 GMT

હાલ કોરોના મહામારીને નાથવા સૌ કોઈ પોતાનો યથાયોગ્ય સહયોગ આપી તંત્રને મદદરૂપ થઇ રહ્યા છે, ત્યારે ભાવનગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની પહેલને વધાવી જિલ્લાની સરકારી માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકમિત્રો અને વહીવટી કર્મચારીઓએ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો છે.

ગુજરાત રાજય આચાર્ય સંઘના મંત્રી બળદેવસિંહ ગોહિલે જણાવ્યુ હતું, ભાવનગર જિલ્લાના ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓ દ્વારા રૂ. 34,42,640 તથા સરકારી શાળાના કર્મચારીઓ દ્વારા રૂ. 4,72,843 મળીને કુલ રૂ. 39,15,483નું અનુદાન મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરવા જિલ્લા ક્લેક્ટર ગૌરાંગ મકવાણાને ચેક અર્પણ કર્યો હતો. કલેકટર દ્વારા શિક્ષણ વિભાગના આ યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લાના શિક્ષકો પણ કોરોના વોરિયર્સની જેમ કોરોના મહામારી અંગેની ડોર ટુ ડોર જાગૃતિનું અભિયાન દ્વારા કોરોના સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે, સાથોસાથ આ વિકટ પરિસ્થિતિમાં પણ સ્ટડી ફ્રોમ હોમ કાર્યક્રમને સફળ બનાવવા માટે પણ કાર્ય કરી રહ્યાં છે. જે બદલ જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાના તમામ શિક્ષક મિત્રો અને ઘટક સંઘોનો આભાર માન્યો હતો.

Tags:    

Similar News