આવતીકાલથી બદલાશે ઇન્કમટેક્સ નિયમ,જાણો નવા નિયમો શું હશે..?

દેશભરમાં આવતી કાલથી ઇન્કમટેક્સ વિભાગ એક મોટા નિયમમાં ફેરફાર કરી રહ્યું છે. હવે નવા નિયમો અનુસાર, જો કોઇ વ્યક્તિ કોઇ એક નાણાકીય વર્ષમાં બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં 20 લાખ રૂપિયાની રકમ જમા કરાવે છે

Update: 2022-05-25 14:38 GMT

દેશભરમાં આવતી કાલથી ઇન્કમટેક્સ વિભાગ એક મોટા નિયમમાં ફેરફાર કરી રહ્યું છે. હવે નવા નિયમો અનુસાર, જો કોઇ વ્યક્તિ કોઇ એક નાણાકીય વર્ષમાં બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં 20 લાખ રૂપિયાની રકમ જમા કરાવે છે તો તેને ફરજિયાત પાનકાર્ડ અને આધાર કાર્ડ જમા કરાવવાનું રહેશે.

વાસ્તવમાં, આવકવેરા વિભાગે આ નિર્ણય રોકડની નકલ ઘટાડવા માટે અને દેખરેખના હેતુ માટે લીધો છે. સરકારે આ નિર્ણય એટલાં માટે લીધો કારણ કે આવક વિભાગ લોકોની નાણાકીય લેણદેણ થી અપડેટ રહે. એવામાં હવે આધાર અને PANCARD જોડવાથી વધુને વધુ લોકો ઈન્કમટેક્સના દાયરામાં આવી જશે. હકીકતમાં, ટ્રાન્ઝેક્શન દરમિયાન PAN નંબર હોવા પર આવકવેરા વિભાગના તમારી પર ચાંપતી નજર રાખશે.ઇન્કમટેક્સ રૂલ્સ, 2022 અંતર્ગત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એ નવા નિયમો જાહેર કરી દીધા છે. જે આવતી કાલે 26 મેથી લાગુ થઇ રહ્યો છે નિયમ અનુસાર જો કોઈ વ્યક્તિ નાણાંકીય વર્ષમાં એક અથવા તો તેનાથી વધારે ખાતામાં 20 લાખ રૂપિયા રોકડ માં જમા કરાવે છે, તો તેણે પાનકાર્ડ અને આધાર કાર્ડ સબમિટ કરવું પડશે.નાણાકીય વર્ષમાં બેંકિંગ કંપની અથવા સહકારી બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં કોઈ પણ એક અથવા વધુ ખાતામાંથી 20 લાખ રૂપિયા ઉપાડવા માટે પણ PAN-Aadhar લિંક કરવું જરૂરી છે જો તમે બેન્કિંગ કંપની, કો-ઓપરેટિવ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ચાલુ એકાઉન્ટ અથવા તો કેશ ક્રેડિટ એકાઉન્ટ ખોલો છો તો પણ PAN AADHAR આપવું પડશે.

Tags:    

Similar News