ભારતીય શેરબજારમાં શાનદાર તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 360 પોઈન્ટ ઉપર, નિફ્ટી 18300 ને પાર

Update: 2022-11-23 04:27 GMT

ભારતીય શેરબજારમાં બુધવારે સતત બીજા કારોબારી સત્રમાં વૃદ્ધિના સંકેત દેખાઈ રહ્યા છે. વૈશ્વિક બજારમાં તેજીના કારણે આજે રોકાણકારોનું સેન્ટિમેન્ટ સકારાત્મક જોવા મળી રહ્યું છે. અગાઉ સતત ત્રણ સેશનમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 61418.96ની સામે 360.75 પોઈન્ટ વધીને 61779.71 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18244.2ની સામે 81 પોઈન્ટ વધીને 18325.2 પર ખુલ્યો હતો.

આજના વ્યવસાયમાં લગભગ દરેક મોટા ક્ષેત્રમાં ખરીદી છે. નિફ્ટી પર માત્ર FMCG ઇન્ડેક્સ લાલ નિશાનમાં છે. બેંક, નાણાકીય અને ઓટો ઈન્ડેક્સ લીલા નિશાનમાં છે. આઈટી, મેટલ અને ફાર્મા ઈન્ડેક્સમાં પણ તેજી છે.

હેવીવેઇટ શેરોમાં ખરીદી છે. સેન્સેક્સ 30ના 25 શેરો લીલા નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં KOTAKBANK, DRREDDY, HDFC, WIPRO, SBI, MARUTI, TATASTEEL, TITAN નો સમાવેશ થાય છે.

Tags:    

Similar News