ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત, નિફ્ટી 17800ની આસપાસ ખુલ્યો, બેંક નિફ્ટી 138 પોઈન્ટ અપ

Update: 2023-02-07 04:14 GMT

ગઈકાલના ઘટાડા બાદ આજે ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઈ છે. યુએસ માર્કેટમાં મંદીની ચાલ તો એશિયન બજારમાં મિશ્ર વેપારની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય તાજે સીથે ખુલ્યા છે.

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60506.9ની સામે 4.42 પોઈન્ટ વધીને 60511.32 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17764.6ની સામે 25.50 પોઈન્ટ વધીને 17790.1 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 41374.65ની સામે 138.45 પોઈન્ટ વધીને 41513.1 પર ખુલ્યો હતો.

9-18 કલાકે સેન્સેક્સ 3.64 પોઈન્ટ અથવા 0.01 ટકા ઘટીને 60,503.26 પર છે. નિફ્ટી 1.60 પોઈન્ટ અથવા 0.01 ટકા ઘટીને 17,763 પર છે. લગભગ 1313 શેર વધ્યા છે, 775 શેર ઘટ્યા છે અને 127 શેર યથાવત છે.

Tags:    

Similar News