ભારતીય શેરબજારની સારી શરૂઆત, સેન્સેક્સ 100 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 17400 ને પાર

Update: 2023-04-03 04:38 GMT

નવા નાણાકીય વર્ષના પ્રથમ કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત સારી વૃદ્ધિ સાથે થઈ છે. બેંકિંગ અને ઓટો શેરોમાં આવેલી તેજીના કારણે આજે સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. આ ટ્રેડિંગ અઠવાડિયું નાનું છે કારણ કે 4 એપ્રિલે મહાવીર જયંતિ નિમિત્તે શેરબજારમાં રજા છે. શુક્રવારની તેજી આગળ વધતા સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત થઈ છે.

નવા નાણાકીય વર્ષના પ્રથમ ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ દિવસે, બીએસઈનો 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 139.64 પોઈન્ટ અથવા 0.24 ટકાના વધારા સાથે 59,131.16 પર ખુલ્યો હતો. આ સાથે NSEનો 50 શેરવાળો સૂચકાંક નિફ્ટી 68.20 અંક એટલે કે 0.39 ટકાના વધારા સાથે 17,427.95 પર ખુલવામાં સફળ રહ્યો છે.

Tags:    

Similar News