Share Market : સપ્તાહના પ્રથમ દિવસે બજાર લીલા નિશાન પર ખુલ્યું..!

સોમવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર મર્યાદિત રેન્જમાં ખુલ્યું છે. ગયા સપ્તાહે શુક્રવારે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું.

Update: 2024-02-05 05:49 GMT

સોમવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર મર્યાદિત રેન્જમાં ખુલ્યું છે. ગયા સપ્તાહે શુક્રવારે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. આજે બજાર મર્યાદિત રેન્જમાં કારોબાર કરી રહ્યું છે, જ્યારે પ્રી-ઓપન સેશનમાં બજાર વધવાની ધારણા હતી.

આજે સેન્સેક્સ 24.99 પોઈન્ટ અથવા 0.03 ટકા ઘટીને 72,060.64 પર અને નિફ્ટી 21,853.80 પર ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટ ઓપનિંગ સમયે લગભગ 1889 શેર લીલા રંગમાં અને 719 શેર લાલ રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

ટોપ ગેઇનર્સ અને લુઝર શેરો

નિફ્ટી પર, ઇટા મોટર્સ, સન ફાર્મા, બ્રિટાનિયા, આઇશર મોટર્સ અને સિપ્લાના શેર્સ લાભ સાથે ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે UPL, SBI, ONGC, HDFC બેન્ક અને ICICI બેન્ક ટોપ લુઝર શેરો છે.

સેન્સેક્સ કંપનીઓમાં ટાટા મોટર્સના શેરમાં લગભગ 8 ટકાનો ઉછાળો આવ્યો હતો. સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, એનટીપીસી, ટેક મહિન્દ્રા અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેરો પણ ટોપ ગેનર છે. તે જ સમયે, કોટક મહિન્દ્રા બેંક, ICICI બેંક, HDFC બેંક અને ઇન્ડસઇન્ડ બેંકના શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

Tags:    

Similar News