મજબૂતી સાથે બંધ થયું શેરબજાર, રોકાણકારોને હાશકારો…

Update: 2022-08-27 05:11 GMT

ગઇકાલે સવારે તેજી સાથે ખુલેલા બજાર આખો દિવસ તેજીમાં રહ્યા બાદ પોઝિટિવ નોટ સાથે બંધ થયા છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન સાથે બંધ થયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 59.15 પોઈન્ટના વધારા સાથે 58833.87ના સ્તરે અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચક આંક નિફ્ટી 36.40ના વધારા સાથે 17558.90ના સ્તરે બંધ થયા છે.

નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં ગ્રાસિમ, એનટીપીસી, જેએસડબલ્યુ સ્ટીલ, ટાઈટન કંપની, અદાણી પોર્ટના શેર જોવા મળ્યા, જ્યારે સેન્સેક્સ ટોપ ગેઈનર્સમાં એનટીપીસી, ટાઈટન કંપની, પાવર ગ્રિડ કોર્પોરેશન, કોટક મહિન્દ્રા, લાર્સન શેર જોવા મળ્યા. ટોપ ફાઈવ લૂઝર્સમાં નિફ્ટીમાં આઈશર મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંક, ભારતી એરટેલ, એશિયન પેઈન્ટ્સ, એચડીએફસીના શેર રહ્યા, જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં ઈન્ડસઈન્ડ બેંક, એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલ, એચડીએફસી, ડો.રેડ્ડીઝ લેબના શેર રહ્યા. અમેરિકન બજારમાંથી મળેલી જબરદસ્ત તેજીના પરિણામો બાદ અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારોમાં જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચક આંક સેન્સેક્સ 445.29 પોઈન્ટના વધારા સાથે 59220.01ના સ્તરે ખુલ્યો, જ્યારે નિફ્ટી 130.30 પોઈન્ટના વધારા સાથે 17652.80ના સ્તરે ખુલ્યો હતો.

Tags:    

Similar News