સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલો વધારો...

આજથી નવા વેપાર સપ્તાહની શરૂઆત થઈ છે. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે.

Update: 2024-04-08 05:58 GMT

આજથી નવા વેપાર સપ્તાહની શરૂઆત થઈ છે. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ 231.82 પોઈન્ટ અથવા 0.31 ટકાના વધારા સાથે 74,480.04 પર ખુલ્યો હતો. નિફ્ટી પણ 67.60 પોઈન્ટ અથવા 0.30 ટકા વધીને 22,581.30 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. સમાચાર લખાય છે ત્યારે, નિફ્ટી પર લગભગ 2031 શેર લીલા રંગમાં અને 491 શેર લાલ રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, પાવર ગ્રીડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેન્ક અને જેએસડબ્લ્યુ સ્ટીલ સેન્સેક્સ પર ટોચના ગેનર હતા, જ્યારે વિપ્રો અને એચડીએફસી બેન્કના શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.

Tags:    

Similar News