શેરબજારમાં સતત વધારો, સેન્સેક્સ અને નિફ્ટી નવા સ્તરે ખૂલ્યા

બુધવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું હતું. આજે બંને એક્સચેન્જો લાભ સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

Update: 2024-02-21 05:50 GMT

બુધવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું હતું. આજે બંને એક્સચેન્જો લાભ સાથે ટ્રેડ કરી રહ્યાં છે. નિફ્ટી ગઈ કાલે નવા રેકોર્ડ પર બંધ થયો હતો. આજે સેન્સેક્સ 11.31 પોઈન્ટ અથવા 0.02 ટકાના વધારા સાથે 73,068.71 પર ખુલ્યો હતો. નિફ્ટી 12.50 પોઈન્ટ અથવા 0.06 ટકા વધીને 22,209.50 પર પહોંચ્યો હતો. સમાચાર લખાય છે ત્યારે નિફ્ટી પર લગભગ 1748 શેર લીલા અને 554 શેર લાલ રંગમાં ટ્રેડ થઈ રહ્યા છે.

ટોપ ગેઇનર્સ અને લુઝર શેરો

નિફ્ટી પર, હિન્દાલ્કો, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, M&M અને ICICI બેંકના શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે Hero MotoCorp, Infosys, TCS, Tech Mahindra અને Apollo Hospitalsના શેરો લાલ નિશાનમાં છે.

Tags:    

Similar News