શેરબજારમાં તેજી સાથે શરૂઆત, સેન્સેક્સ 150 પોઈન્ટ અપ, નિફ્ટી 17000 ને પાર

Update: 2023-03-28 04:06 GMT

સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે મંગળવારે સ્થાનિક સૂચકાંકો લીલા રંગમાં ખુલ્યા હતા. NSE નિફ્ટી 50 42.70 પોઈન્ટ્સ અથવા 0.25% વધીને 17,028.40 પર અને BSE સેન્સેક્સ 174.7 પોઈન્ટ્સ અથવા 0.30% વધીને 57,828.56 પર છે. બેન્ક નિફ્ટી 65.05 પોઈન્ટ્સ અથવા 0.16% વધીને 39,496.35 પર છે. નિફ્ટી 50 પર ટોપ ગેઇનર્સ હિન્દાલ્કો, એચસીએલ ટેક, એચડીએફસી લાઇફ, યુપીએલ અને કોલ ઈન્ડિયા હતા જ્યારે ટોપ લુઝર્સમાં બીપીસીએલ, અદાણી પોર્ટ્સ, ઓએનજીસી, અદાણી એન્ટરપ્રાઈઝ અને એપોલો હોસ્પિટલ હતા.

શરૂઆતના કારોબારમાં મેટલ, રિયલ્ટી અને ફાઇનાન્શિયલ સર્વિસીસ સંબંધિત સેક્ટરના શેરમાં તેજી જોવા મળી રહી છે. ભારતીય રૂપિયો મંગળવારે ડૉલરના મુકાબલે 22 પૈસાના વધારા સાથે ખુલ્યો હતો. રૂપિયો 82.37ના મુકાબલે 81.15 પ્રતિ ડોલર પર ટ્રેડ થવા લાગ્યો હતો.

મંગળવારે ઓપનિંગ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરો લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે.

Tags:    

Similar News