શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું,વૈશ્વિક બજારની જોવા મળી અસર

વિશ્વના બજારમાં ચાલી રહેલા ભારે ઉતાર ચઢાવ વચ્ચે અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે શેરબજાર આજે લીલા નિશાન સાથે ખુલ્યા

Update: 2022-08-04 05:15 GMT

વિશ્વના બજારમાં ચાલી રહેલા ભારે ઉતાર ચઢાવ વચ્ચે અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે શેરબજાર આજે લીલા નિશાન સાથે ખુલ્યા. સેન્સેક્સ આજે 334.22 પોઈન્ટના ઉછાળા સાથે 58684.75 ના સ્તરે ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી આજે 91.60 પોઈન્ટની તેજી સાથે 17479.80 ના સ્તરે ખુલ્યો.

ભારતીય બજાર ખુલ્યું ત્યારે ટોપ ગેઈનર્સમાં નિફ્ટીમાં હિન્દાલ્કો, ઈન્ફોસિસ, વિપ્રો, સિપ્લા, ટેક મહિન્દ્રા શેર જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં ઈન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, લાર્સન, ડો.રેડ્ડીઝ લેબ ના શેર જોવા મળ્યા. તો નિફ્ટીમાં ટોપ લૂઝર્સ માં TATA Cons. Prod, એનટીપીસી, એસબીઆઈ, ટાઈટન કંપની, બ્રિટાનિયા શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સમાં એનટીપીસી, એસબીઆઈ, ટાઈટન કંપની, રિલાયન્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન શેર જોવા મળ્યા છે. પણ મનાવવામાં આવે છે કે આવતીકાલે શેર બજાર બંધ થશે ત્યારે તે લીલા નિશાન સાથે બંધ થશે તેજી જોવા મળતા રોકાણકારો પણ ખુશખુશાલ છે

Tags:    

Similar News