શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત ઘટાડા સાથે, નિફ્ટી 17000 ની નીચે, સેન્સેક્સ 350 પોઈન્ટથી વધુ તૂટ્યો

Update: 2023-03-20 04:24 GMT

સ્થાનિક શેરબજારની ગતિવિધિ આજે ખૂબ જ સુસ્ત દેખાઈ રહી છે અને સેન્સેક્સ તેની શરૂઆતમાં 350 પોઈન્ટથી વધુ તૂટી ગયો છે. નિફ્ટીમાં પણ બજાર ખુલતાની સાથે જ 17000 ની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી 39300 ના સ્તરની નીચે આવી ગયો છે. આઈટી શેરોમાં જોરદાર વેચવાલીથી શેરબજાર તૂટી રહ્યું છે.

આજની શરૂઆતે BSE સેન્સેક્સ 216.38 પોઈન્ટ એટલે કે 0.37 ટકાના ઘટાડા સાથે 57773 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. NSE નો નિફ્ટી 33.45 પોઈન્ટ એટલે કે 0.20 ટકાના ઘટાડા સાથે 17066 ના સ્તર પર છે.

આજે શેરબજારની હાલત ખરાબ દેખાઈ રહી છે અને સેન્સેક્સના 30માંથી માત્ર 2 શેરોમાં જ તેજી જોવા મળી રહી છે અને 28 શેરોમાં ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. નિફ્ટી વિશે વાત કરીએ તો, 50 માંથી માત્ર 5 શેરો જ લીલા નિશાનમાં છે અને 45 શેર લાલ નિશાનમાં છે.

આજના કારોબારમાં મોટાભાગના સેક્ટરમાં વેચવાલી છે. નિફ્ટી પર મેટલ અને આઈટી ઈન્ડેક્સ 1 ટકાથી વધુ નબળો પડ્યો છે.

Tags:    

Similar News