આંધ્રપ્રદેશ બાદ હવે પ.બંગાળમાં પણ CBIને No Entry

Update: 2018-11-17 07:13 GMT

મમતા બેનરજી સરકારે CBIને તપાસ કરવા માટે આપેલી સંમતિ પાછી ખેંચી.

આંધ્રપ્રદેશ બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને ઘૂસવા દેવાશે નહીં. પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે CBIને રાજ્યમાં દરોડા પાડવા અથવા તપાસ કરવા માટે આપવામાં આવેલી સામાન્ય સંમતિ શુક્રવારે પાછી ખેંચી લીધી છે. પશ્ચિમ બંગાળના સચિવાલયના એક ટોચના અધિકારી દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળની સરકાર પહેલા આંધ્રપ્રદેશ સરકારે પણ રાજ્યમાં CBIના રાજ્ય સરકારની મંજૂરી વગર પ્રવેશ પર રોક લગાવી દીધી છે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુના નિર્ણયને સમર્થન આપ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ પણ પોતાના રાજ્યમાં સીબીઆઈની મંજૂરી વગરના પ્રવેશ પર રોક લગાવી છે. આ પહેલા મમતા બેનરજીએ કહ્યું હતું કે ચંદ્રાબાબુ નાયડુએ બિલકુલ યોગ્ય નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં વર્ષ 1989માં તત્કાલિન ડાબેરી સરકારે CBIને દરોડા પાડવાની અને તપાસ કરવાની મંજૂરી આપી હતી.

Similar News