“સંકટ ટળ્યું” : વરસાદ બંધ થતાં પુરનું સંકટ ટળ્યું, કીમ નદી કિનારાના 20થી વધુ ગામોને કરવામાં આવ્યા હતા એલર્ટ

Update: 2020-08-19 10:21 GMT

કીમ નદી ઉપરવાસમાં વાલિયા,નેત્રંગ તાલુકામાં તેમજ ઉમરપાડા તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદને લઈ કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ હતી,જેને લઈ કીમ નદી કિનારે આવેલા 20થી વધુ ગામોને માંગરોળ મામલતદાર દ્વારા સાવચેતી રહેવા જણાવ્યું હતું,

નદી કિનારે આવેલા ગામોને જોડતા સેઠી, પાણેથા, મોટા બોરસરા, મોટી નરોલી, વસવારી, તેમજ અન્ય કેટલાક ગામોના કોઝવે છેલ્લા ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ છે. જેને લઈ જનજીવન પણ ખાસ્સું પ્રભાવિત થયું છે. તો બીજી તરફ માંગરોળ તાલુકાના કોસાડી ગામે પણ જુના કોસાડી અને નવા કોસાડી ગામના વચ્ચેથી પસાર થતા પુલિયા પર પાણી ચઢી જતા બન્ને ગામ વિખુટા પડી ગયા હતા, અને બંને ભાગ સંપર્ક વિહોણા થઈ ગયા હતા.

જુના કોસાડી ગામની બંને તરફ કોઝવે આવેલા છે. અને બંને કોઝવે પર ગળાડૂબ પાણી ભરાય ગયા હતા. જોકે માંગરોળ અને ઓલપાડમાં મેઘરાજાએ વિરામ લેતા બંને તાલુકાના ખાડી કિનારે આવેલા ગામના લોકોએ હાશકારો લીધો હતો, કેમ કે એક તરફ ઉપરવાસમાં ભારે વરસાદ તો બીજી તરફ અમાસને લઈ દરિયામાં ભરતીની પરિસ્થિતિ છે. જો વરસાદ બંધ ન થયો હોત તો બંને તાલુકાના લોકો ભારે માથે ભારે પુરનું સંકટ તોળાઈ રહ્યું હતું.

Tags:    

Similar News